Mandi.તા.8
આજે આખો દેશ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટની સાથે ઉભો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ફિલ્મ સ્ટાર્સ પણ વિનેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે. વિનેશ ફોગાટે આજે નિવૃત્તિની જાહેરાત કરી છે.
વિનેશ 2024 ઓલિમ્પિકના ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ફાઈનલ પહેલાં વિનેશ ફોગાટ 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે બહાર થઈ ગઈ હતી.
મંડી સાંસદ કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિનેશને ’શેરની’ કહીને સંબોધન કર્યું હતું. કંગનાએ ભારતીય રેસલર માટે એક પોસ્ટ પણ શેર કરી હતી, જેના પર લખ્યું છે, ’ રો નહિ વિનેશ આખો દેશ તમારી સાથે ઊભો છે’ આજે આખો દેશ વિનેશની સાથે ઊભો છે અને તેના પક્ષમાં પોસ્ટ કરીને તેને પ્રોત્સાહિત કરી રહ્યો છે.
કંગનાએ અગાઉ કુસ્તીબાજ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, વિનેશ ફોગાટને ફાઇનલમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન. તેણે એમ પણ કહ્યું કે, એક સમય હતો જ્યારે વિનેશે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
જેમાં ’મોદી તેરી કબર ખુદગી’ જેવા નારા લગાવ્યા બાદ પણ તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. આ પછી કંગના રનૌતને પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.
વિનેશ ફોગાટે ઓલિમ્પિકના પરિણામ બાદ આજે કુસ્તીમાંથી સન્યાસ લઈ લીધો હતો. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ તેમના માટે ખાસ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનેશને હરિયાણામાં મેડલ વિજેતાની જેમ જ સન્માન આપવામાં આવશે.