આઈપીએલ ટી ટ્વેન્ટી મેચ પર રનફેર નો હાર જીતનો જુગાર રમતો ‘તો
Rajkot,તા.03
શહેરના રાજકોટ અમદાવાદ રાજકોટ ધોરી માર્ગ પર આવેલા લાલ પરી પાસે જાહેરમાં મોબાઈલ આઈડી પર આઈપીએલ 20- ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો નવાગામ મામા વાળી પાસે રહેતો કરમણ ઘેલા મુંધવાni ધરપકડ કરી 10,000 ની કિંમત નો મોબાઇલ કબજે કર્યો છે. મોબાઈલ ક્રિકેટ સત્તાના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. વધુ વિગત મુજબ આઈ પી એલ ટુર્નામેન્ટ નો પ્રારંભ થતાં ક્રિકેટના સટોડીયાઓ દ્વારા રન ફેન નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રજેશ ઝાની ધ્યાને આવતા જુગારની બદીને કડક હાથે ડામી દેવા આપેલી સૂચનાને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ એ બી ચૌધરી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે આઈપીએલ ટી ટ્વેન્ટી મેચ પર નવાગામ મામા વાળી વિસ્તારમાં રહેતો કરમણ ઘેલા મુંધવા નામનો શખ્સ જૂની બેડી પરા પોલીસ ચોકી નજીક લાલ પરી ગામ તરફ જવાના રસ્તે રનફેરનો જુગાર મોબાઇલમાં આઈડી મારફતે જુગાર અને કપાત કરતો હોવાની કોન્સ્ટેબલ મનજીભાઈ ડાંગર ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કરમણ મુંધવા મોબાઇલમાં જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 10,000 ની કિંમત નો મોબાઇલ કબજે કર્યો છે. ઝડપાયેલા કરમણ મુંધવા ની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી મોબાઇલમાં એપ્લિકેશનમાં ક્રિકેટની આઈડી હોવાથી તેના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.