આ ફિલ્મમાં માટે દરેકે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું હતું, અમને એવું નહોતું કે આ ફિલ્મ ૫૦૦ કરોડ પણ નહી કમાય : કરીના
Mumbai, તા.૧૨
કરીના કપૂરે તાજેતરમાં એક એક્ટર્સ રાઉન્ડ ટેબલ ચર્ચામાં બાગ લીધો હતો, જેમાં તેની સાથે વિકી કૌશલ, શબાના આઝમી, રાજકુમાર રાવ અને અન્ના બેન સહિતના કલાકારો હતા. આ ચર્ચા વખતે કરીનાએ ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં પોતાના રોલને ‘સિંઘમ અગેઈન’ કરતાં વધારે મહત્ત્વનો ગણાવ્યો હતો. ફિલ્મ ફ્લોપ ગયા પછી આમિર પર અસર અંગે કરીનાએ કહ્યું, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ જવાથી આમિર ખાન પર તેની ઘણી ઊંડી અસર થઈ હતી. ફિલ્મ ન ચાલી પછી કરીના આમિર ખાન અને ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચૌહાણને મળવા ગઈ હતી. તે અંગે કરીનાના પ્રશ્ન પૂછાયો હતો. આ અંગે તેણે કહ્યું, આ ફિલ્મ તેમણે બનાવી તેના માટે તેને સૌથી વધુ માન છે. આ ફિલ્મને કરીનાએ સુંદર અને સૌથી ઇમાનદાર ફિલ્મ ગણાવી હતી. જ્યારે આ ફિલ્મ બાબતે આમિરના વખાણ કરતા કરીનાએ કહ્યું આમિર સ્ટોલવર્ટ અને લિજેન્ડ છે. પરંતુ આ ફિલ્મ ન ચાલી તેથી તે પડી ભાંગ્યો હતો. કરીનાએ આ વખત અંગે આમિર સાથેની મુલાકાત યાદ કરતા કરીનાએ કહ્યું, “આપણી ફિલ્મ તો ન ચાલી, તો તું મારી સાથે વાત તો કરીશ ને?” જ્યારે કરીના તો આ ફિલ્મમાં તેને રોલ મળ્યો તે માટે આજે પણ આમિરની આભારી હોવાનું માને છે. કરીનાએ કહ્યું, “મારા માટે રૂપાએ જે કર્યું છે એ સિંઘમથી વધારે છે.” શબાનાએ આ અંગે વધુ વિગતે વાત કરવા કહ્યું તો કરીએ જવાબ આપ્યો હતો, “રૂપાનું પાત્ર અદ્વૈતે બહુ સુંદર રીતે લખ્યું હતું. જેમાં તેને રોલમાં ઊંડા ઉતરવાની તક મળી હતી. અન્ય સફળ કમર્શીયલ ફિલ્મો કરતા આ ફિલ્મ બિલકુલ દિલથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં માટે દરેકે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું હતું. અમને એવું નહોતું કે આ ફિલ્મ ૫૦૦ કરોડ પણ નહી કમાય.” કરીનાએ આ ફિલ્મ સાથે જોડાયેલો અન્ય એક કિસ્સો પણ શેર કર્યો હતો. તેણે જણાવ્યું, ફિલ્મનું કામ ૬૦ ટકા પત્યું હતું, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે બીજી વખત પ્રગનન્ટ હતી. તેથી સૈફે તેને આમિર સાથે આ અંગે વાત કરવા કહ્યું. ત્યારે આમિરના પ્રતિસાદથી કરીના ભાવુક થઈ ગઈ હતી. તેણે વિશ્વાસ અપાવ્યો હતો કે,“હું તારા માટે બહુ ખુશ છું. અમે તારી રાહ જોઈશું અને આપણે સાથે જ ફિલ્મ પુરી કરીશું. તેનાથી મને અહેસાસ થયો કે મારી આસપાસ એવા લોકો પણ છે જેને મારું ખરું મૂલ્ય ખબર છે અને મારા નિર્ણયોનું માન જાળવે છે.”