Mumbai,તા.26
લાંબા વિલંબ બાદ કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘દાયરા’નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ચકચારભર્યા હૈદરાબાદ રેપ કેસ પરથી આ ફિલ્મ બની રહી છે. ફિલ્મનું દિગ્દર્શન મેઘના ગુલઝાર કરી રહી છે. આ ફિલ્મમાં અગાઉ કરીના સાથે આયુષમાન ખુરાના કામ કરવાનો હતો. જોકે, બાદમાં તેને પોતાના રોલમાં દમ નહિ લાગતાં તેણે આ ફિલ્મ તારીખોનું બહાનું દર્શાવીને છોડી દીધી હતી. તે પછી મેઘનાએ નવા હિરો માટે શોધ કરવી પડી હતી. તેના કારણે શૂટિંગ ધાર્યા કરતાં લંબાઈ ગયું હતું. હવે કરીનાએ જ આ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યાની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તે સ્ક્રિપ્ટ વાંચી રહી હોવાનું જણાય છે. કરીનાના જણાવ્યા અનુસાર આ તેની કારકિર્દીની ૬૮મી ફિલ્મ હશે.