Mumbai,તા.09
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના વસિયતનામા મુદ્દે વિવાદ સર્જાયો છે. હવે કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20% હિસ્સો માંગ્યો છે. આ માટે સમાયરા કપૂર અને કિયાન કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે, જેમાં તેમણે 21 માર્ચ 2025ના રોજ જાહેર કરાયેલા વસિયતનામાને શંકાસ્પદ, બનાવટી અને નકલી હોવાનો દાવો કર્યો છે.આ અરજીમાં પ્રિયા સચદેવ પર આરોપ છે કે, તેણે 7 અઠવાડિયા સુધી સંજય કપૂરનું વસિયતનામું છુપાવી રાખ્યું હતું. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં બાળકોએ તેમના પિતાની મિલકતમાં 20-20 ટકા હિસ્સો માંગ્યો છે. આ ઉપરાંત અરજીમાં માગ કરાઈ છે કે, આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બધી મિલકતો ફ્રીઝ કરવામાં આવે.કરિશ્મા કપૂરના બાળકો સમાયરા કપૂર અને કિયાન કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે, 21 માર્ચ 2025ના વસિયતનામાને શંકાસ્પદ, બનાવટી અને નકલી હોવાનું ગણાવ્યું છે. અરજીમાં પ્રિયા સચદેવ પર 7 અઠવાડિયા સુધી સંજય કપૂરના વસિયતનામાને છુપાવી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.