Karnataka તા.15
કર્ણાટક સરકારે બધી કામકાજી મહિલાઓ માટે પીરિયડ લીવને લાગુ કરી દીધી છે. બુધવારે જાહેર આદેશ મુજબ 18 થી પર વર્ષની કાયમી, કરાર આધારીત અને આઉટ સોર્સ્ડ મહિલા કર્મચારીઓને દર મહિને એક દિવસની પેડ લીવ (પગાર કપાયા વિનાની રજા) મળશે.
આ નિયમ બધા ઉદ્યોગો અને પ્રતિષ્ઠાનોને લાગુ પડશે. દર મહિને આ રજા એ જ મહિનામાં લેવી પડશે તેને પછીના મહિના માટે આગળ નહીં વધારી શકાય. ઉલ્લેખનીય છે કે, મહિલાઓએ રજા માટે કોઇ મેડિકલ સર્ટીફીકેટની પણ જરૂર નહીં પડે.

