Mumbai,તા.28
બોલીવૂડમાં હોરર ફિલ્મો ચાલી રહી હોવાથી કાર્તિક આર્યન પણ આ ટ્રેન્ડમાં જોડાયો છે. તે પણ હવે એક ઝોમ્બી કેરેક્ટર ભજવવાનો છે.
‘શેરશાહ’ ફિલ્મ બનાવનારા વિષ્ણુ વર્ધન આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે સ્ક્રિપ્ટ પણ ફાઈનલ કરી દીધી છે અને આવતાં વર્ષથી તેઓ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવાના છે. ફિલ્મના વધુ કલાકારોની હવે પછી જાહેરાત થાય તેવી સંભાવના છે.
કાર્તિક લાંબા સમયથી શહેરી પ્રેમી યુવકના રોલ કરીને કંટાળી ગયો છે. એટલે તેણે પ્રયોગ ખાતર આ સ્ક્રિપ્ટ પસંદ કરી હોવાનું કહેવાય છે. કાર્તિકે અગાઉ ‘ભૂલભૂલૈયા’ ફ્રેન્ચાઈઝીમાં પણ કામ કર્યુ ંહતું પરંતુ તેના ભાગે હોરર પાત્ર આવ્યું ન હતું.