New York,તા.13
એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલની પાર્ટનર એલેક્સિસ વિલ્કિંન્સે તેને ઇઝરાયેલી જાસૂસ કહેવા બદલ પોડકાસ્ટર પર ૫૦ લાખ ડોલર (અંદાજે ૪૫ કરોડ રૂપિયા)ના બદનક્ષી દાવો માંડયો છે. કન્ઝર્વેટિવ પોડકાસ્ટર એલિઝાહ તેના પર ઇઝરાયેલી જાસૂસ હોવાનો ખોટો આક્ષેપ કરતી હોવાનો દાવો તેણે કર્યો છે. કોર્ટમાં ફાઇલ દસ્તાવેજ મુજબ એલિજાહે ખોટા આક્ષેપ કરીને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.
ન્યૂઝવીકના જણાવ્યા મુજબ એલિજાહ શાફર અમેરિકામાં જન્મેલી એલેક્સિસ વિલ્કિન્સ પર વિદેશી એજન્ટ હોવાનો અને કાશ પટેલની પ્રેમિકા તરીકે તેના પર પ્રભાવ પાડવાનો આક્ષેપ પરોક્ષ રીતે કર્યો છે. કોર્ટના ફાઇલિંગમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એલિજાહે આ બનાવટી નેરેટિવનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તેના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે.

