Jammu and Kashmir, તા.29
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેકટરના કેરી બટ્ટલ વિસ્તારમાં ગઈકાલે સેનાની એમ્બ્યુલન્સ પર આતંકીઓએ ફાયરીંગ કયુર્ં હતું. ત્યારબાદ વિસ્તારમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.
આજે સવારા ગામમાં છુપાયેલા એક આતંકીને સેનાના જવાનોએ ઠાર કર્યો હતો. જયારે એક આતંકી જોગવાન ગામના અસત મંદિર પાસેના વન ક્ષેત્રમાં છુપાયો છે આ અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકી માર્યા ગયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ત્રણ બાળકો શિવ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે મંદિરમાં છુપાયેલા આતંકીઓએ બાળકો પાસેથી મોબાઈલ માગ્યો હતો બાળકોએ તેમની પાસે મોબાઈલ ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા આતંકીઓએ તેમની મારપીટ કરી તલાસી લીધી હતી.