Kodinar
નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ , તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા કોડીનાર ના અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને 24 માર્ચ વિશ્વ ટી.બી (ક્ષય) દિવસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. વધુમાં જણાવ્યું કે રોગના લક્ષણો, તપાસ,અને સારવાર વિશે સમજાવ્યું.તેમજ વિશ્વ ક્ષય દિવસ નો હેતુલોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેના નિવારણ માટે પ્રયત્નો કરવા.તેમ સમજાવ્યું.તેમજ બાળાઓ ટી.બી દિવસ વિશે વક્તવ્ય આપ્યું.અને તેને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા.આ તકે પીએલવી પ્રકાશ જે મકવાણા એન વાય એસ કે દિવ્યાબેન જે મકવાણા,તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા હતા.

