Mumbai,તા.02
‘જી લે જરા’માંથી પ્રિયંકા ચોપરા, કૈટરીના કૈફ અને આલિયા ભટ્ટની બાદબાકી થાય તેવી સંભાવના છે. ફરહાન અખ્તરે આ મહત્વાકાંક્ષી ફિલ્મ પર આશરે ત્રણ વર્ષ પહેલાંથી કામ ચાલુ કર્યું હતું. પરંતુ, પ્રિયંકા, આલિયા અને કેટરિના ત્રણેયની સાથે તારીખો મળે તેવો મેળ પડયો જ ન હતો.
ફરહાન કંટાળીને છેવટે અન્ય પ્રોજેક્ટસ તરફ વળી ગયો હતો. હવે ફરહાને એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ પોતે બંધ નથી કરી. વાસ્તવમાં તેના માટે લોકેશન ફાઈનલ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. જોકે તેણે કબૂલ્યું છે કે ફિલ્મના કલાકારો કોણ હશે તે અંગે હજુ કશું નક્કી નથી.
આ ફિલ્મ ‘ર્દિલ ચાહતા હૈ’નું ફિમેલ વર્ઝન હશે એમ મનાય છે. ત્રણ બહેનપણીઓ વર્ષો પછી મળે છે અને સાથે રોડ ટ્રિપ પર નીકળે છે તેવી વાર્તા હશે તેમ કહેવાય છે.