Mumbai,તા.24
કેટરિના કૈફ આ વખતે ખરેખ પ્રેગનન્ટ છે તેવી અટકળો છેલ્લા કેટલાય દિવસથી વહેતી થઈ હતી. આ અટકળો આખરે સાચી ઠરી છે. આજે વિકી અને કેટરિનાએ સ્વંય તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર કેટરિનાની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.
બંનેએ કેટરિનાના બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી હતી. તેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે અમારી જિંદગીનાં સૌથી શ્રેષ્ઠ પ્રકરણનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે જ બોલીવૂડમાંથી કરીના કપૂર, રિયા કપૂર, ભૂમિ પેડનેકર, તબુ સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત લાખો ચાહકોએ પણ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં.