આ ભાગદોડ ભર્યા જીવનમાં સવારના સમયે તમામ લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. આ સાથે જ તેમને પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરવાનું સ્ટ્રેસ પણ ખૂબ વધારે હોય છે. પરંતુ તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તેના પર દિવસ કેવો રહેશે તે નિર્ભર છે. આયુર્વેદ પ્રમાણે સવારની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કરવાથી શરીર શુદ્ધ એનર્જીફુલ બને છે. જોકે, આમ તો ઘણા ડ્રિંક્સ છે જે પી ને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. પરંતુ આ બધામાં સૌથી શ્રેષ્ઠ ઓપ્શન આમળા પાણીમાં હળદર મિક્સ કરીને પીવું. શિયાળો હવે નજીક આવી રહ્યો છે અને શિયાળામાં કોઈપણ સ્વરૂપમાં આમળાનું સેવન સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે. આવી સ્થિતિમાં આમળા પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી શરીર સ્વસ્થ રહે છે.
આ ડ્રિંક જોવામાં તો ખૂબ સિમ્પલ લાગે છે પરંતુ તેમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટી, સ્કિન, ડાઈઝેશન અને મૂડ બધુ જ સારું કરી દે છે. સવારે વહેલા 5:00 વાગ્યાની આસપાસ તેને પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે સમયે શરીર તેને સૌથી સારી રીતે શોષી લે છે. ચાલો સવારે 5:00 વાગ્યે આમળા પાણી સાથે હળદર મિક્સ કરીને પીવાના ફાયદા જાણીએ.
1. ઈમ્યુનિટી બૂસ્ટર
આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે, જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. હળદરમાં રહેલા એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણધર્મો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. બંને મળીને દરરોજ સવારે શરીરને એક નેચરલ સુરક્ષા કવચ આપે છે, જે તમને દિવસભર હેલ્ધી રહેવામાં મદદ કરે છે.
2. સ્કિનને ચમકદાર બનાવે છે
જો તમને મોંઘા પ્રોડક્ટ્સ વિના ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય, તો આ ડ્રિંક તમારા માટે છે. આમળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે. હળદર રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. આનાથી સ્કિન અંદરથી સ્વચ્છ અને નેચરલી ગ્લોઈંગ દેખાઈ છે.
શરીરને ડિટોક્સ કરે છે
આમળા અને હળદરનું પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે તેને પીવાથી શરીર ફ્રેશ અને એનર્જેટિક અનુભવે છે.
4. પેટને આરામ આપે છે
જો તમને એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા રહે છે તો આ ડ્રિંક તમને રાહત આપશે. તે ડાઈઝેશન સુધારે છે, આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાં ગેસ અને હાર્ટબર્ન ઘટાડે છે. જ્યારે પેટ સ્વસ્થ રહે છે, ત્યારે મૂડ અને સ્કિન બંને સારા રહે છે.
5. મૂડ અને ફોકસ સારું બનાવે છે
હળદરમાં રહેલું કર્ક્યુમિન મૂડ વધારે છે અને દિમાગને એક્ટિવ રાખે છે. તે તણાવ ઘટાડે છે અને ફોકસ વધારે કરે છે. આમળાનો ખાટો સ્વાદ તમને સવારે ફ્રેશ અને પોઝિટિવ અનુભવ કરાવે છે.

