Kerala,તા.03
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજે રાજય વિધાનસભાના વિશેષ સત્રમાં મોટી જાહેરાત કરી હતી કે કેરળ દેશનું પ્રથમ રાજય બન્યું છે, જેણે અતિ ગરીબી પૂરી રીતે સમાપ્ત કરી દીધી છે તેમણે કેરળ પિરવી દિવસે આયોજીત રાજય વિધાનસભાના વિશેષ સત્રમાં આ જાહેરાત કરી હતી.
વિજયને જણાવ્યુંં હતું કે, રાજય સરકાર 1 હજાર કરોડથી વધુ રોકાણથી 20648 પરિવારોને રોજનું ભોજન આપવામાં આવે છે. તેમાંથી 2210 પરિવારોને રાંધેલુ ભોજન મળી રહ્યું છે.
આ ઉપરાંત 85721 લોકોને જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી, જયારે હજારો લોકોને આવાસ સહાયતા અપાઈ, અત્યાર સુધીમાં 5400થી વધુ નવા ઘર બની ગયા છે અથવા નિર્માણાધિન છે.

