New Delhi,તા.૧૯
દક્ષિણ આફ્રિકાના સ્ટાર સ્પિનર કેશવ મહારાજની ગણતરી શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. તેમણે પોતાના દમ પર આફ્રિકન ટીમ માટે ઘણી મેચો જીતી છે. તેઓ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે આફ્રિકન ટીમમાં હાજર છે. છેલ્લા કેટલાક સમયથી, તે સારું રમી રહ્યો છે અને ખૂબ જ સારી લયમાં પણ છે.
જો કેશવ મહારાજ ઓસ્ટ્રેલિયા સામેની વનડેશ્રેણીમાં વધુ એક વિકેટ લે છે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૩૦૦ વિકેટ પૂર્ણ કરશે. તે આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૦૦ વિકેટનો આંકડો સ્પર્શનાર પ્રથમ સ્પિનર બનશે. તેમના પહેલા, કોઈ સ્પિનર આફ્રિકા માટે આ કરી શક્યો નથી.
એકંદરે, કેશવ મહારાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૦૦ કે તેથી વધુ વિકેટ લેનાર ૮મો દક્ષિણ આફ્રિકાનો બોલર બનશે. શોન પોલોક, ડેલ સ્ટેન, મખાયા ન્ટિની, એલન ડોનાલ્ડ, કાગીસો રબાડા, જેક્સ કાલિસ, મોર્ને મોર્કેલે આફ્રિકા માટે ૩૦૦ થી વધુ વિકેટ લીધી છે. શોન પોલોકે આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૮૨૩ વિકેટ લીધી છે. ૨૦૧૬ માં દક્ષિણ આફ્રિકા માટે ડેબ્યૂ કર્યું
કેશવ મહારાજે ૨૦૧૬ માં દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તેણે અત્યાર સુધી ૫૯ ટેસ્ટ મેચમાં કુલ ૨૦૩ વિકેટ લીધી છે. તે જ સમયે, ૪૩ર્ ંડ્ઢૈં મેચમાં તેના નામે ૫૮ વિકેટ છે. આ ઉપરાંત, તેણે ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૮ વિકેટ લીધી છે. આ રીતે, તેણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૨૯૯ વિકેટ લીધી છે.
દક્ષિણ આફ્રિકાની ટીમને ઓસ્ટ્રેલિયા સામે ટી ૨૦ શ્રેણી ૧-૨ થી ગુમાવવી પડી હતી. હવે તેની નજર વનડે શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા પર રહેશે.વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ પણ સારો છે વનડેમાં બંને ટીમો વચ્ચે કુલ ૧૧૦ મેચ રમાઈ છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ૫૧ અને દક્ષિણ આફ્રિકાએ ૫૫ જીતી છે.