Keshod તા. 6
કેશોદ પોલીસે ગઇકાલે એક લાકડા ભરેલ ટ્રકને ઝડપી લયને તેને ડીટેન કરી અને ધોરણસરની કાયેવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.કેશોદ પોલીસે એક લાકડા ભરેલો મોટો ટ્રક ઝડપી લીધો હતો અને આ બાબતે આગળની તપાસ હાથ ધરી હતી .
પરંતુ આ ટ્રેક ક્યાંથી ઝડપાયો? અને ટ્રકમાં ભરેલા લાકડા નો જથ્થો કાયદેસર છે કે ગેરકાયદેસર ? આ પ્રશ્નને લયને હાલમાં કોઈ જાણકારી મીડિયા ને આપવામાં આવી નથી.
તો બીજી તરફ આ બાબતે વન વિભાગ ફોરેસ્ટને પુછવામાં આવતાં તેઓને આ બાબતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી તેવું જણાવેલ છે ત્યારે સાચી હકીકત તો ત્યારે બહાર આવશે કે પોલીસ અધિકારી આ બાબતે મીડિયા ને પ્રતિક્રિયા આપશે ત્યારે ? પરંતુ હાલમાં આ બાબતે એટલી જાણકારી મળી છે તે એ કે આ લાકડા ભરેલ ટ્રક ને પોલીસે ઝડપી લયને આગળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

