Morbi,તા.26
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબીના ઘુનડા રોડ પર ખાતમુર્હત અને લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૮૭ કરોડથી વધુના ખર્ચે થનાર ૪૯ વિકાસકાર્યોના લોકાપર્ણ અને ખતમુર્હત કરવામાં આવ્યા હતા જે સમારોહમાં મુખ્યમંત્રી ઉપરાંત ચારેય ધારાસભ્ય, રાજ્યસભા સાંસદ, પૂર્વ સાંસદ, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મોરબી પધાર્યા હતા મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મોરબીની મુલાકાત લઈને વિકાસકાર્યોના લોકાપર્ણ અને ખાતમુર્હત કર્યા હતા મુખ્યમંત્રીના આગમન સમયે ભારત માતા કિ જયના નારાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ વિકાસ કામોની ગુણવત્તા સાથે કામ થાય તેવો આગ્રહ કર્યો હતો ક્વોલીટી વાળા કામો થાય તે જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું ઓદ્યોગિક નગરી મોરબી મહાનગરપાલિકા બનતા હવે વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે રોડ રસ્તાની સુવિધાઓ આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ૮૦ હજાર કિમીના રોડ અપાય હોવાનું અને બે દાયકામાં વિકાસની રફતાર જોઇને નાગરિકોમાં પણ વિકાસની ઝંખના વધી હોવાનું જણાવ્યું હતું
વિકાસકાર્યો માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પુરતું બજેટ ફાળવવામાં આવે છે મોરબીના વિકાસકાર્યોની વાત કરતા મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી તેવી ઓળખ હોવાનું કહીને મોરબીના ભરપુર વખાણ કર્યા હતા મોરબીમાં સિરામિક પાર્ક નિર્માણ, નવલખી બંદર પર જેટી નિર્માણ, મેડીકલ કોલેજ, એલ ઈ કોલેજની કાયાપલટ સહિતના કામો થઇ રહ્યા છે સાથે જ પાણીની સમસ્યા માટે આગોતરું આયોજન કરવું પડશે તેમ પણ જણાવ્યું હતું સાથે જ સફાઈ બાબતે દરેક નાગરિકોએ સજાગ બનવા ટકોર કરી હતી વિદેશના લોકો પણ મોરબી આવતા હોય છે નેતા કે કોઈ મહેમાન આવે ત્યારે જ નહિ રોજ સફાઈની ચોક્સાઈ રાખવા જણાવ્યું હતું
મુખ્યમંત્રીના આગમન પૂર્વે ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે રકઝક જોવા મળી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ પર પહોંચે તે પૂર્વે જ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા મુખ્યમંત્રી સ્ટેજ પર આવી રહ્યા છે તેવું એનાઉસમેન્ટ કરવા માટે રકઝક થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું અને રકઝક બાદ કાંતિ અમૃતિયાએ પૂર્વ ભાજપ પ્રમુખ અરવિંદભાઈને સ્ટેજ પરથી નીચે ઉતરી જવા ટકોર કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે
સીએમના આગમન પૂર્વે કોંગ્રેસી-આપના આગેવાનો ડીટેઈન કરવામાં આવ્યા
મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાવ માટે પહોંચ્યા હતા રવાપર ચોકડી ખાતે વિરોધ પક્ષના આગેવાનો દેખાવ કરી વિરોધ નોંધાવતા હતા ત્યારે પોલીસ કોંગ્રેસ અને આપના આગેવાનોને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ ગયા હતા