ભાગીદાર નહી બનાવી મેળવેલી રકમ 33 લાખ પરત કરવા આપેલો ચેક બાઉન્સ થયો હતો
Rajkot,તા.03
શહેરમા રહેતા યુવાનને કારખાનામાં ભાગીદારી કરવાનું કહી મિત્રતાના દાવે આપેલી રકમ 33 લાખ પરત કરવા આપેલા ચાર ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝના સંચાલક હસમુખભાઈ પાંભરને એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને શ્રી ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝના માલિક હસમુખભાઈ ભીમજીભાઈ પાભંરને ધંધામાં આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા પારિવારિક અને મિત્રતાના દાવે અશોકભાઈ જાદવભાઈ લુણાગરિયાને મેન્યુફેક્ચરિંગ એકમમાં ભાગીદારી બનાવવાનું કહી રૂપિયા 33 લાખ લીધા હતા. બાદ ભાગીદારી દસ્તાવેજ બનાવી આપેલ નહીં તેમજ શ્રી ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ માં નવું એકાઉન્ટ શરૂ કરવાની કામગીરી નહીં કરતા આપેલ રકમ ની માંગણી કરતા હસમુખભાઈ પામ ભરે 33 લાખ ચૂકવવા ચાર ચેક આપ્યા હતા જે ચેકો બેંકમાં ફી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ વકીલ મારફતે હસમુખભાઈ પાંભરને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ચૂકવવાની દરકાર કરી ન હતી બાદ રાજકોટની અદાલતમાં અશોકભાઈએ હસમુખભાઈ પાંભર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં ફરીયાદીના વકોલ દવારા કરવામાં આવેલ રજુઆતો , હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ રજુ રાખી કોર્ટમાં ધારદાર દલીલો કરેલી તે ધ્યાને લઈ ચીફ જયુડી મેજીસ્ટ્રેટ વાય. બી. ગામીત દ્વારા હસમુખભાઈ ભીમજીભાઈ પાંભરને ૧ વર્ષની સાદી કેદની સજા અને ફરીયાદીને ચેકો મુજબની રકમ રૂા. ૩૩ લાખ નું વળતર ૧ માસમાં ચુકવવું અને જો વળતર ૧ માસમાં ચુકવે નહી તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવામાં આવેલો છે.
આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી જે. બી. શાહ, આનંદ જે. રાધનપુરા, મુસ્તુફા એમ. અંસારી, હર્ષ એચ. મણવર, દિપેશ એન. પરમાર, શગુફતા બોલીમ, ગૌરી સિંઘ, અવની બાપટ, તથા લીગલ આસી. જયોતિ સાવલીયા, નિરજ મહેતા, મિલન સોલંકી રોકાયેલા હતા.