કિયા મોટર્સ ઇન્ડિયા તેની પ્રીમિયમ MPV કેરેન્સનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સાઉથ કોરિયન કંપની 8 મેના રોજ ભારતમાં આ કાર લોન્ચ કરશે. 2025 કિયા કેરેન્સની એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.કેરેન્સની ભારતમાં સીધી સ્પર્ધા હ્યુન્ડાઇ અલ્કાઝાર સાથે કરે છે, પરંતુ તેને મારુતિ એર્ટિગા, XL6 અને ટોયોટા રુમિયન કરતાં પ્રીમિયમ વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે. તે જ સમયે, તેને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ઇનોવા હાઇક્રોસ અને મારુતિ ઇન્વિક્ટો કરતાં સસ્તી કાર તરીકે પણ પસંદ કરી શકાય છે.
નવી કારની એક્સટીરિયર અને ઇન્ટીરિયર ડિઝાઇનમાં ઘણા ફેરફારો થશે, જોકે તેમાં પહેલા જેવા જ પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શન ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, સેફ્ટી માટે ADAS જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ શકે છે.