Mumbai,તા.03
મીના કુમારીની બાયોપિક ‘કમાલ ઓર મીના’ની તૈયારી થઇ રહી છે. જેમાં કિયારા અડવાણી મુખ્ય રોલમાં જોવા મળવાની છે.ફિલ્મમાં કમાલના રોલ માટે અભિનેતાની શોધ ચાલીરહી છે. કિયારાની આ ફિલ્મ માતા બન્યા પછીની પહેલી ફિલ્મ હશે. રસપ્રદ તો એ છે કે, મનીષ મલ્હોત્રા પણ ક્રિતી સેનોન સાથે મીના કુમારીની બાયોપિક બનાવવાનો હતો જે યોજના હવે થંભી ગઇ છે.
એક માહિતી અનુસાર, બિલાલ અમરોહીની આ ફિલ્મ કમલ અમરોહીના વિવાહ પર કેન્દ્રિત હશે. આ ફિલ્મ માટે મહિનાઓથી વાતચીત ચાલી રહી હતી અને અંતે મીના કુમારીના રોલ માટે કિયારા અડવાણી જ યોગ્ય અભિનેત્રી લાગી હતી.
આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના મધ્ય સુધીમાં શરૂ થવાનું હોવાથી કિયારા અડવાણીને ફિલ્મની તૈયારી કરવામાં પ્રયાપ્ત સમય મળશે, તેમ સૂત્રે જણાવ્યું હતું. ખાસ કરીને ફિલ્માં ઉર્દુ ઉચ્ચારોનો સમાવેશ હોવાથી અભિનેત્રીએ તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

