Mumbai,તા.03
કોમેડિયન કીકુ શારદા છેલ્લા ઘણા સમયથી કપિલ શર્માની સાથે તેના કોમેડી શોમાં કામ કરી રહ્યો છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’માં પણ કીકુએ તેના જુદા જુદા અવતારમાં ચાહકો દિલ જીત્યા છે. જોકે અમુક દિવસો પહેલા કીકુના સેટ પરથી એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેની અને કૃષ્ણા અભિષેકની વચ્ચે લડાઈ થતી જોવા મળી રહી હતી. જો કે તે હજી સુધી ક્લિયર નથી થયું કે તે સીરિયસ લડાઈ હતી કે કોઈ સિકવેન્સનો ભાગ. હવે સમાચાર આવી રહ્યા છે કે કીકુ નવા શો માં નજર આવવાનો છે.
રિપોર્ટ પ્રમાણે કીકુ શારદા અપકમિંગ રિયાલિટી શો રાઇઝ એન્ડ ફૉલમાં જોવા મળશે. આ શો માટે કીકુએ કપિલ શોને છોડવું પડશે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કીકુ જ્યાં સુધી રાઇઝ એન્ડ ફૉલ શો કરશે ત્યાં સુધી તે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ની શૂટિંગ નહીં કરે. જણાવી દઈએ એક ‘રાઇઝ એન્ડ ફૉલ’ શો અમેઝોન એમએકસ પ્લેયર પર સ્ટ્રીમ થશે જે નેટફિલક્સની હરીફ છે અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ પણ નેટફિલક્સ પર જ સ્ટ્રીમ થાય છે. આ શોમાં કન્ટેસ્ટન્ટને Bigg Bossની જેમ એક ઘરમાં જ રહેવાનું છે. શોને અશ્નીર ગ્રોવર હોસ્ટ કરશે જે પહેલા શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જોવા મળ્યો છે. અમુક દિવસો પહેલા એવા સમાચાર મળ્યા હતા અશ્નીર શો ને હોસ્ટ જ નહીં પણ તેણે પોતાને જ કાસ્ટ પણ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે અશ્નીર પોતે 5 નામની પસંદગી કરી હતી. હવે કીકુ આ શોમાંથી ગયા પછી, તે ‘ધ ગ્રેટ ઇન્ડિયન શો’માં પાછો જોવા મળશે કે નહીં, તે તો પછી જ જાણવા મળશે. આ સંદર્ભમાં, કીકુ કે કૃષ્ણા બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી કે વાઇરલ થયેલો વીડિયો શૂટિંગના સ્ક્રિપ્ટનો ભાગ હતો કે ઝગડો હતો.

