North Korea,તા.22
North Koreaનું એક યુદ્ધ જહાજ અકસ્માતે લૉન્ચિંગ સમયે જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. યુદ્ધ જહાજના લૉન્ચિંગ સમયે North Koreaના તાનાશાહ કિંમ જોંગ ઉન પણ હાજર હતા અને તેમની આંખો સામે જ આ અકસ્માત થયો. ત્યારબાદ ગુસ્સામાં આવેલા કિમ જોંગ ઉને ગુનેગારોને સજા આપવાની જાહેરાત કરી દીધી. North Koreaના પૂર્વોત્તર બંદર પર બુધવારે સમારોહમાં દુર્ઘટના કિમ માટે શરમજનક ઘટના હતી. ત્યારબાદ તેમણે દોષિત અધિકારીઓને સજા આપવાની જાહેરાત કરી. આ માટે બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કિમે સૈન્ય અધિકારી, વૈજ્ઞાનિકો અને શિપયાર્ડ સંચાલકોને આ ઘટના માટે દોષિત ઠેરવ્યા. તેમણે આ ઘટના માટે ગંભીર બેદરકારી અને વૈજ્ઞાનિક સમજની ઉણપને જવાબદાર દર્શાવતા એક ગંભીર દુર્ઘટના અને ગુનાઈત કૃત્ય જણાવ્યું.
North Koreaના નૌકાદળ માટે મહત્ત્વપૂર્ણ 5 હજાર ટનના એક નવા યુદ્ધ જહાજમાં તેના લૉન્ચિંગ સમારોહ દરમિયાન જ નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ, જહાજ રેમ્પથી લપસી ગયું અને ફસાઇ ગયું, કારણકે ફ્લેટકાર તેની સાથે ચાલવામાં નિષ્ફળ રહ્યું, જેનાથી તેનું સંતુલન બગડી ગયું અને જહાજના નીચેના ભાગને નુકસાન પહોંચ્યું.