Surendaranagar,તા.25
સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે ઉપર કમ્મરતોડ ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે ખાસ કરીને વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપર કમર તોડ ખાડાઓથી રોજ અકસ્માતો સર્જાઇ રહ્યા છે અને વાહન ચાલકોના બાઈક તેમજ વાહનો સ્લીપ થતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે એક તરફ વરસાદના કારણે શહેરી વિસ્તારના તો રોડ રસ્તા ધોવાઈ ગયા છે ત્યારે બીજી તરફ હાઇવે પણ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..
વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈ વાહનના જમ્પર પણ તૂટી જાય છે અને મોપેટ ચાલકોના મોપેડ સ્લીપ થઈ જતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે મોટા વાહનોને પણ અસર થઈ રહી છે ત્યારે તાત્કાલિક પણે હાઇવે ઉપર પડેલા ખાડાઓ પુરવામાં આવે તે પ્રકારની માંગ ઉગ્ર બની છે.
શહેરમાં તો મહાનગરપાલિકા દ્વારા 55 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ શહેરી માર્ગમાં ખાડાઓ નથી બુરાઈ રહ્યા ત્યારે બીજી તરફ હાઈવે ઉપર પણ મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે ખાડાઓથી તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે..
અધિકારીઓ દ્વારા સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડાઓ તાત્કાલિક પુરવામાં આવે તે જરૂરી બન્યું છે મોટા અકસ્માતો પણ વારંવાર ખાડાવાના કારણે સર્જાઈ રહ્યા છે ત્યારે આ અંગે તંત્ર કાર્યવાહી કરી અને સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરે તેવી માગ વાહન ચાલકોની પણ ઉઠવા પામી છે.