Mumba,તા.૬
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ સિઝનની ૫૫મી લીગ મેચ વરસાદના વિક્ષેપને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચમાં, દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સના અંત પછી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં, બંને ટીમોને ૧-૧ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. તે જ સમયે, આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા કેએલ રાહુલે ચોક્કસપણે ૧૦ રનની પોતાની ટૂંકી ઇનિંગથી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં તે રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે એક ખાસ ક્લબનો ભાગ પણ બની ગયો છે.
આઇપીએલ ૨૦૨૫ સીઝન અત્યાર સુધી કે એલ રાહુલ માટે ખૂબ જ સારી રહી છે, જેમાં તેણે અત્યાર સુધી ૧૦ મેચમાં ૩૮૧ રન બનાવ્યા છે, જોકે રાહુલ હૈદરાબાદ સામેની મેચમાં ફક્ત ૧૦ રનની ઇનિંગ રમી શક્યો હતો, જેમાં તેના બેટમાંથી એક ફોર પણ જોવા મળી હતી, જેના કારણે રાહુલ ્૨૦ ક્રિકેટમાં તેની ૧૦૦૦ બાઉન્ડ્રી પૂર્ણ કરવામાં સફળ રહ્યો. આ સાથે, કેએલ રાહુલ ટી૨૦ ફોર્મેટમાં ૧૦૦૦ કે તેથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ ધરાવતો છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. રાહુલ પહેલા સુરેશ રૈના, શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ આ કારનામું કરવામાં સફળ થયા છ. રાહુલે અત્યાર સુધીમાં ટી ૨૦ ફોર્મેટમાં ૬૭૩ ચોગ્ગા અને ૩૨૭ છગ્ગા ફટકાર્યા છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ બાઉન્ડ્રી મારનારા ભારતીય ખેલાડીઓ
વિરાટ કોહલી – ૧૬૦૨ બાઉન્ડ્રી
રોહિત શર્મા – ૧૫૮૮ બાઉન્ડ્રી
શિખર ધવન – ૧૩૨૪ બાઉન્ડ્રી
સૂર્યકુમાર યાદવ – ૧૨૦૪ બાઉન્ડ્રી
સુરેશ રૈના – ૧૧૦૪ બાઉન્ડ્રી
કેએલ રાહુલ – ૧૦૦૦ બાઉન્ડ્રી
રાહુલની અત્યાર સુધીની ટી ૨૦ કારકિર્દી આ રીતે રહી છે
જો આપણે કેએલ રાહુલના અત્યાર સુધીના ટી૨૦ ક્રિકેટ પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ૨૩૬ મેચોની ૨૨૩ ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે ૪૨.૧૫ ની સરેરાશથી કુલ ૭૯૬૭ રન બનાવ્યા છે, જેમાં ૬ સદી અને ૬૮ અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. ટી૨૦ ફોર્મેટમાં રાહુલનો સર્વોચ્ચ સ્કોર ૧૩૨ રન અણનમ છે.