Germanyતા.૨૪
જર્મનીના હેમ્બર્ગના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર આજે છરાબાજીની ઘટના જોવા મળી. જર્મનીના બિલ્ડ અખબારના અહેવાલ મુજબ, શુક્રવારે સાંજે હેમ્બર્ગના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર છરીના હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં પોલીસ હુમલાના સંબંધમાં એક મહિલાની અટકાયત કરતી જોવા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ કથિત રીતે ટ્રેક ૧૩ અને ૧૪ વચ્ચે પ્લેટફોર્મ પર છરી વડે લોકોને નિશાન બનાવ્યા હતા.
બિલ્ડના જણાવ્યા મુજબ, ત્રણ પીડિતોની હાલત ગંભીર છે, ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ છે, અને છ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. કેટલાકને ઘટનાસ્થળે ટ્રેનમાં જ સારવાર આપવામાં આવી હતી. હુમલાખોર દ્વારા આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે પોલીસ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. “પ્રારંભિક માહિતી અનુસાર, મુખ્ય ટ્રેન સ્ટેશન પર છરી વડે એક વ્યક્તિએ ઘણા લોકોને ઘાયલ કર્યા,” હેમ્બર્ગ પોલીસે ઠ પરની એક પોસ્ટમાં જણાવ્યું. તમને જણાવી દઈએ કે જર્મનીના બીજા સૌથી મોટા શહેર હેમ્બર્ગના ડાઉનટાઉનમાં સ્થિત આ સ્ટેશન સ્થાનિક, પ્રાદેશિક અને લાંબા અંતરની મુસાફરી માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ પોલીસે સ્ટેશનના કેટલાક ભાગોને કોર્ડન કરી લીધા છે.
તાજેતરના મહિનાઓમાં જર્મનીમાં ઘણી હિંસક ઘટનાઓ બની છે, જેમાં છરાબાજીનો પણ સમાવેશ થાય છે. રવિવારે, બીલેફેલ્ડના એક બારમાં છરાબાજીની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા. ધરપકડ બાદ શંકાસ્પદે પોલીસ સમક્ષ જેહાદી માન્યતાઓ વ્યક્ત કરી હોવાના આરોપ બાદ હેમ્બર્ગ હુમલાની તપાસ ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે આવી ઘટના ક્યાંક જોવા મળી હોય. આ પહેલા પણ વિશ્વના ઘણા દેશોમાં ગોળીબાર અને છરાબાજીની ઘટનાઓ જોવા મળી છે.