Kodinar તા.27
સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે દ્વારા કોડીનાર શહેર માંથી પસાર થતા નેશનલ હાઈવે-51 ઉપર 67 ગામોને જોડતા બે જંક્શનો ઉપર ફ્લાયઓવરની લાંબા સમય ની માંગ છતાંય તંત્રએ ધ્યાને ના લેતા આ મોતની ચોકડીઓ પર દરરોજ થતાં અનેક અકસ્માતો નિવારવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે સિમેન્ટના બેરીકેટ મુકાયા
કોડીનાર શહેર માંથી પસાર થતા સોમનાથ – ભાવનગર હાઇવે ઉપર 67 ગામોને જોડતા બે જંક્શનો ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની અણઆવડત ના કારણે ફ્લાયઓવર બનાવવામાં ના આવતા આ બન્ને જંકશનો (ચાર ચોકડી ) ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકોનું જાનમાલનું નુકશાન થઈ રહ્યું છે.આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ગામનાં અગ્રણીઓ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે તંત્ર દ્વારા કોઈ નકર કામગીરી ન કરતા આ ચોકડીઓ ઉપર અકસ્માતો ની સીલસીલો અવિરત ચાલું રહેતા અને આ સમયે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીવાભાઈ સોલંકીની નજર સામે જ અકસ્માત થતા એક યુવાને જીવ ગુમાવતા હવે કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિ જીવનો ગુમાવે તે માટે પોતાના સ્વખર્ચે તમામ જંકશન ઉપર બંને સાઈડ દોઢ લાખ ના ખર્ચે સિમેન્ટ બેરીકેટ તેમજ ગ્રામ્ય વિસ્તાર ને જોડતા ચોકડીઓ પર ના રસ્તા ઉપર સ્પીડબ્રેકર બનાવડાવ્યા જેથી કરીને હાઇવે ઉપર પસાર થતા વાહનો ની સ્પીડ ધીમી થાય અને અકસ્માતને નિવારી શકાય અને માનવ જિંદગી ને બચાવી શકાય
સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર કોડીનાર બાયપાસ નજીક હાઇવે ઓથોરિટીએ બનાવેલી મોતની ચોકડીઓનાં.વડનગર ચોકડી અને રોણાજ ચોકડી ઉપર દરરોજ અકસ્માતોની ઘટના બની રહી છે.અહીં છાસવારે પસાર થતાં અનેક વાહનો અથડાઈ અને અકસ્માત થતા વાહન ચાલકોને મોટી નુકસાની થાય છે. કોડીનારની રોણાજ ચોકડી અને વડનગર ચોકડી ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીને ફ્લાઈ ઓવર બ્રિજ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઇવેના બહેરા અધિકારીઓને કાને અથડાઈને પાછી ફરી હોય તેમ આ બંને જગ્યાએ ઓવરબ્રિજ નહીં બનાવીને હાઈવે ઓથોરિટી દ્વારા કોડીનાર તાલુકા ના અંદાજે 30 થી 40 ગામના લોકોને રામ ભરોસે મૂકી દીધા છે. ત્યારે બંને ચોકડી પાસે દરરોજ અકસ્માત થાય છે ત્યારે સ્થાનિક લોકોની માંગ ને લઈ નગરપાલિકા નાં પૂર્વપ્રમુખ શિવાભાઈ સોલંકી રાજમોતી પરિવાર દ્વારા સ્વખર્ચે આ ચોકડી ઉપર સિમેન્ટ ના બેરિકેટ મૂકતા સ્થાનિકો શિવાભાઈ નો આભાર માની અને આ બરિકેટ ને આશીર્વાદ રૂપ ગણાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોકડી પાસે કોઈ દિશા સૂચક બોર્ડ પણ નથી.રોડ બનતો હતો ત્યારે આ વિસ્તારની પ્રજા દ્વારા અવારનવાર માંગણી કરીને આ બંને ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી આંદોલન પણ કર્યા હતા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીનાં નીંભર તંત્રએ બાબતે નોંધ સુદ્ધા લીધી નહીં.પરિણામે દરરોજ અકસ્માતોની હારમાળા થઈ રહી છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓવરબ્રિજ નહીં બનાવીને આ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા છે. ત્યારે આ બંન્ને ચોકડીઓ વડનગર અને રોણાજ ચોકડી પર રોજિંદા નાના અકસ્માતો થતાં રહ્યાં છે કોઈ ગમખ્વાર અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ થાય તે પહેલાં તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માંગણી ઉઠાવી રહ્યા છે ત્યારે હાલ પૂરતા અકસ્માતો ને અટકાવવા પાલિકા નાં પૂર્વ પ્રમુખે સ્વખર્ચે બેરિકેટ મૂકવાની કરેલી આ પહેલ ને તલુકાભર નાં લોકો બિરદાવી રહ્યા છે.