સીસી રોડનું ગોકળગાય ગતિએ ચાલતું હોય ,હેવી વાહનો વારંવાર ખૂપી રસ્તો બંધ થતાં ગ્રામજનો પરેશાન
Kodinar તા ૭
કોડીનાર તાલુકાના છાછર ગામ તળમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે ના સીસી રોડનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય એક સાઈડના કાચા રોડ ઉપર હેવી વાહનો ચાલવાના કારણે આ વાહનોના પડેલા ચીલા માં આજે કોડીનારની સિમેન્ટ ફેક્ટરી નું એક કાચું મટીરીયલ ભરેલો ટ્રક ખુચી જતા બે કલાક વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો ખૂંચી ગયેલા ટ્રક ને સિમેન્ટ કંપનીના લોડર ની મદદથી બહાર કાઢીને આ ટ્રકમાં ભરેલું કાચું મટીરીયલ રોડ ઉપર ઠાલવી પુનઃ વાહન વ્યવહાર ચાલુ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોડીનારના છાછર ગામમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે નો રોડ બીસ્માર થઈ જવાથી આર એન્ડ બી (સ્ટેટ) દ્વારા આ રોડના નવીનીકરણ માટે ઉના તાલુકાના રામપરા ગામના જય સુખનાથ કન્સ્ટ્રકશન કંપનીને સીસી રોડનું કામ આપવામાં આવેલું હતું પરંતુ આ કન્ટ્રક્શન કંપનીએ તેને આપેલી બે મહિનાની સમય મર્યાદામાં માત્ર ૩૦ ટકા જેટલું કામ કર્યું પરિણામે રોડની એક સાઇડ ઉપર હેવી વાહનોની અવરજવરના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે આ ખાડામાં આજરોજ સિમેન્ટનું કાચું રો મટીરીયલ લઈ જતો એક ટ્રક ફસાઈ જતા બે કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો બાદમાં સિમેન્ટ કંપની ના એક લોડર ની મદદથી ખુચી ગયેલા આ ટ્રક ને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં આ ટ્રકમાં ભરેલું રો મટીરીયલ રોડ ઉપર ઠલવીને આ રોડ ઉપર ખાડા પૂરવામાં આવ્યા હતા આ રોડ ઉપર સિમેન્ટ કંપનીના સુગળા માઇન્સ માંથી રો મટીરીયલ ભરેલા હેવી વાહનોની ભારે અવરજવર હોય અકસ્માત નો સતત ભય રહે છે એક સાઈડમાં કામ ચાલુ હોય રસ્તો બંધ કરેલ છે અને એક સાઈડમાં કાચા રોડ ઉપર ભારે વહનોના અવર જવાના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે પરિણામે આ રોડ ઉપર સતત અકસ્માત નો ભય રહેલો છે આ રોડ ઉપરથી સ્કૂલે જતા હજારો બાળકોની પણ અવર-જવર થાય છે ત્યારે આ રોડનું કામ તાકીદે પૂરું કરવામાં આવે તેવી માગણી ઉઠી છે
કોડીનારના છાછર ગામ પાસે આર એન્ડ બી (સ્ટેટ) હાઇવે દ્વારા જય સુખનાથ કંપની કન્સ્ટ્રક્શન કંપનીને ૩૪૦ મીટર સીસી રોડના કામનો વર્ક ઓર્ડર તા.૨૬-૯-૨૪ના આપવામાં આવ્યો છે અને આ કામની સમય મર્યાદા બે માસનો આપવામાં આવ્યો હતો. પરંતુ કન્ટ્રક્શન કંપની અને તંત્રની મિલીભગતથી માત્ર ૩૪૦ મીટર સીસી રોડ નું કામ અઢી માસ થવા છતાં ૩૦% જ જેટલું પૂરું કરવામાં આવ્યું છે ત્યારે સમય મર્યાદા બહાર કામ કરતી આ કન્સ્ટ્રકશન કંપનીને નિયત સમયમાં કામ પૂરું ન કરવા બદલ ૧૦% જેટલી પેનલ્ટી આપવાની થતી હોય પરંતુ તંત્ર દ્વારા તેમને કોઈ નોટિસ કે પેનલ્ટી અંગે કાર્યવાહી નહીં કરતા તંત્ર અને કોન્ટ્રાક્ટની મિલીભગત થી આ કામ થતું હોવા ની શક્યતા નકારી શકાતી નથી ત્યારે બિસ્માર થયેલા આ રોડ ઉપર કોઈ ગમખવાર અકસ્માત બનશે તો તેની જવાબદારી કોની રહેશ? ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે તુરત જ આ કામ કરાવવા ઘટતું કરવા માંગણી ઉઠી છે.

