Kodinar તા ૧૧
કોડીનાર તાલુકા ખરીદી વેચાણ સંઘ દ્વારા ભારત સરકારની પી એસ એસ યોજના હેઠળ ખેડૂતોના ખેત ઉત્પન્ન એવા મગફળી ,સોયાબીન,અડદ અને મગની આજથી નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટેકાના ભાવે ખેત ઉત્પન્ન ના માલ ની દોઢ માસથી ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી અને તે મુજબ ખેડૂતોને વારા પ્રમાણે બોલાવવામાં આવી રહ્યા છે આજથી આ નોંધણી બંધ કરવામાં આવી છે ખેડૂતોને તેના પાકના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળી રૂપિયા ૬,૭૮૩ તથા સોયાબીન ૪,૮૯૨ પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડીયા ખરીદી વેચાણ સંઘના દિલીપભાઈ મોરી ઉદયસિંહભાઈ વંશ તાલુકા ભાજપના પ્રમુખ ભગુભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

