Kodinar,તા.27
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરીની સુચના મુજબ ઓનલાઇન સાયબર ક્રાઇમના બનાવો નાણાકીય ફ્રોડ જેવા કે,ક્રેડિટ,ડેબીટ કાર્ડ,ATM,ઇન્સ્ટન્ટ લોન,લોન લોટરી,જોબ,શોપીંગો,આર્મીના નામે,0lx માંથી વસ્તુ ખરીદીને લગતા યુપીઆઇ તથા ફેસબૂક,ઇન્સ્ટાગ્રામના ફેક પ્રોફાઇલ બનાવીને થતા ફ્ક્ત તથા ન્યુડ વિડીયો કોલ ફ્રોડ જેવા તમામ પ્રકારના સાયબર ગુન્હાઓમાં કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે કોડીનાર પો.ઇન્સ. એન.આર.પટેલની સુચના તેમજ પો.સબ ઈન્સ. કે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ કોડીનાર પો.સ્ટે.વિસ્તારમાં નાણાકીય ફ્રોડ જેવા કે,ક્રેડિટ,ડેબીટ કાર્ડ,ATM,ઇન્સ્ટન્ટ લોન,લોન લોટરી,જોબ,શોપીંગો,આર્મીના નામે, Olx માંથી વસ્તુ ખરીદીને લગતા યુપીઆઇ તથા ફેસબૂક,ઇન્સ્ટાગ્રામના ફેક પ્રોફાઇલ બનાવીને થતા ફ્રોડ તથા ન્યુડ વિડીયો કોલ ફ્રોડ બાબતે કોડીનાર ટાઉન બીટના પો.હેડ કોન્સ.એ.પી.જાની, પો.હેડ કોન્સ ધીરુભાઇ ચીથરભાઇ, પો.કોન્સ. ભગવાનભાઇ જીણાભાઇ, ભીખુશા બચુશા નાઓએ ટીમ વર્કથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભોગ બનનાર હિમતલાલ પુરુષોતમભાઇ જોષી ઉવ.૭૧ ઘંઘો નિવૃત શિક્ષક રહે,કોડીનાર,સરદારનગર વાળા નિવૃત્ત સીનીયર સીટીઝનના ઓનલાઇન છેતરપીંડીમાં ગયેલ રૂપિયા-
૨૪ હજાર ૧૦૭/- પરત સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ હતી