Kodinar,તા.29
કોડીનારમાં ફટાકડાના વેચાણ માટે 30 વેપારીઓને લાયસન્સ ઇસ્યુ કરાયા છે અને આ તમામ વેપારીઓએ શિંગોડા નદીના કાંઠે સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવાની શરતે સ્ટોલ ઊભા કરવાના હતા પરંતુ આ સ્ટોલ કપડાના મંડપ સાથે ઉભા કરવામાં આવતા આ ફટાકડા બજાર માત્ર એક જ ચિનગારીથી મોટા અકસ્માતના સાથે ઊભી થઈ છે
મળતી માહિતી મુજબ કોડીનાર નદી કાંઠે ઊભી કરેલી ફટાકડા બજારનું આયોજન એક આયોજક દ્વારા કરવામાં આવ્યું છે આ આયોજન કરનાર વ્યક્તિએ દરેક સ્ટોલ ધારકો પાસેથી તગડી રકમનું ઉઘરાણું કર્યું છે આ આવડી મોટી રકમમાંથી વહીવટી તંત્ર સાથે મોટી રકમનો વહીવટ કરીને સીંગવડા નદીના કાંઠે કપડાના મંડપમાં ફટાકડાના સ્ટોલ ઊભા કર્યા છે એમાં પણ તંત્રએ ઇસ્યુ કરેલા 30 લાયસન્સ નો જાદુઈ આંકડો દેખાડવા માટે પહેલા સ્ટોલે એક નંબર અને છેલ્લા સ્ટોલે 30 નંબરનો આંકડો આપેલો છે વાસ્તવમાં આ ફટાકડા બજારમાં 50થી વધુ વેપારીઓને આયોજક દ્વારા સ્ટોલ આપવામાં આવ્યા છે અને આ તમામ પાસેથી સ્ટોલ ના ભાડાથી લઈને લાઇસન્સ વિધિ સુધીના વહીવટ માટે તગડી રકમ લેવામાં આવી છે એક જ આયોજક દ્વારા ઊભા કરેલા ફટાકડા બજાર માં પ્રથમ તો કપડાના મંડપથી જ આ બજાર ઊભી કરવામાં આવી છે જે નિયમ વિરુદ્ધ છે કપડાના મંડપમાં એક જ ચિનગારીથી સતત અકસ્માતનો ભય ઊભો થાય છે
કોડીનાર શહેરમાં શાકભાજીની લારીઓની માફક રેકડીઓમાં ફટાકડા નું વેચાણ થતું હોવાના અખબારી અહેવાલને પગલે તંત્રએ શહેરમાં રેકડીઓમાં વહેંચતા ફટાકડા ના ફેરીયા ઉપર પગલાં લેવાનું ચાલુ કર્યું હતું. પરંતુ નદી કાંઠે ઉભા કરાયેલા આ સ્ટોલ અંગે કોઈપણ ખરાઈ કરવાની તસ્દી લીધી નથી ત્યારે આ તમામ સ્ટોલ ધારકોના લાઇસન્સ અંગેની ખરાઈ કરે તેવી પણ લોકોમાં માંગણી ઉઠી છે