Kodinar તા ૨૨
કોડીનાર શહેરમાં આવેલા જગદીશ કેફે માં ગઈકાલે બનેલા મારામારીના બનાવમાં કેફે સંચાલક દ્વારા ગઈકાલે ૮ શખ્સો સામે પોલીસ ફરીયાદ કર્યા બાદ આજે સામા પક્ષ દ્વારા કેફે સંચાલકો સહિત ૧૦ શખ્સો વિરુદ્ધ હુમલો કરી ગંભીર ઇજાઓ કર્યા ની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે શૈલેષ કરસનભાઈ વાઢેલ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની માસી ના દીકરા ની પત્નિ ની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં ભાવિક સાવનિયા એ મેસેજ કરેલ હોય આ અંગે શૈલેષ અને વિશાલ બન્ને ફોર વહીલ ગાડીમાં ભાવિક સાવનિયા ની દુકાન જગદીશ કેફે માં તેને ઠપકો આપવા જતાં દુકાનમાં અંદર બેઠેલા ભાવિક સાવનિયા, રાજ સાવનિયા,ભાવિક ના ૩ કાકાઓ,તેના કાકા નો દીકરો ,દિલીપ બાભણીયા,મયુર વાંજા અને કેફેમાં કામ કરતા ૨ માણસો સહિત ૧૦ લોકોએ શૈલેષ અને વિશાલ ઉપર હુમલો કરી શૈલેષ ને માથા ના ભાગે હેમરેજ જેવી ઇજા કરી તેમજ જડબા માં ફેક્ચર કરી શૈલેષ અને વિશાલ ઉપર ૧૦ શખ્સો એ લોખંડ ના પાઇપ લાકડા ના ધોખા વડે આડેધડ માર મારી ગંભીર ઇજા કર્યા ની ફરીયાદ નોંધાવતા પોલીસે આ અંગે ફરીયાદ નોંધી આરોપીઓ ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.