Mumbai,તા.07
કોંકણા સેન શર્મા ફરી દિગ્દર્શન ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે. તે એક વેબ શોનું દિગ્દર્શન કરવાનું છે. આ વેબ શો એક કોમેડી ડ્રામા હશે.
હાલ આ શો માટે કાસ્ટ નક્કી થઈ રહી છે. કંગનાની દિગ્દર્શક તરીકેની ફિલ્મ ‘એ ડેથ ઈન ધી ગુંજ’ને સમીક્ષકોએ વખાણી હતી. છેલ્લે તેણે ૨૦૨૩માં ‘લસ્ટ સ્ટોરીઝ ટુ’ માટે એક એપિસોડનું દિગ્દર્શન કર્યું હતું.
નવા કોમેડી ડ્રામામાં તેની સાથે જયદીપ સરકાર સહ દિગ્દર્શક હશે. આ કોમેડી ડ્રામાંમાં સાઉથ દિલ્હીના બેક ગ્રાઉન્ડમાં રોમાન્સ તથા કોેમેડીનું ફ્યૂઝન જોવા મળશે. કંગના અગાઉ પણ એક વેબ સીરિઝનું દિગ્દર્શન કરવાની હતી. જોકે, કોઈ કારણોસર એ પ્રોજેક્ટ ક્યારેય આગળ વધ્યો ન હતો.