Ahmedabad તા.૨૧
ભારતના અગ્રણી બ્રોકરેજ હાઉસમાંથી, એક કોટક સિક્યુરિટીઝે દેશના રોકાણકારો અને ટ્રેડરોને મૂડી બજારનું શિક્ષણ પૂરું પાડવા માટે કોટક સ્ટોકશાલા નામનું ફ્રી મલ્ટિલિન્ગ્વલ લર્નિંગ પ્લેટફૉર્મ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફૉર્મને કોટક નીયો એપ મારફતે પણ ઍક્સેસ કરી શકાય છે, જે અહીં નીચે જણાવેલા બે ફોર્મેટમાં શિક્ષણ પૂરું પાડે છેઃ
૧. વીડિયો પર આધારિત અભ્યાસક્રમોઃ ત્રણ સુવ્યવસ્થિત અભ્યાસક્રમોમાં ટૂંકા અને સરળતાથી સમજી શકાય તેવા પ્રકરણોને સામેલ કરવામાં આવ્યાં છે, જે મૂળભૂત અને એડવાન્સ એમ બંને પ્રકારના કૉન્સેપ્ટને આવરી લે છે. હાલમાં તે હિંગલિશમાં ઉપલબ્ધ છે. તેને અંગ્રેજીમાં ટૂંક સમયમાં જ લૉન્ચ કરવામાં આવશે.
૨. ટેક્સ્ટ આધારિત અભ્યાસક્રમોઃ પાંચ વ્યાપક અભ્યાસક્રમોને ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવા ૨૦૦ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે, જે અંગ્રેજી અને હિંદી બંનેમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં જ વધારાની પ્રાદેશિક ભાષાઓમાં પણ તેને રજૂ કરવામાં આવશે.
માર્ચ ૨૦૨૫ સુધીના આંકડાંઓ મુજબ, ભારતમાં ૪.૯૨ કરોડ સક્રિય ડીમેટ ખાતાઓ હોવાથી સુવ્યવસ્થિત અને વ્યવહારુ શૈક્ષણિક ઉકેલોની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. કોટક સ્ટોકશાલા ભારતના વિવિધ પરિદ્રશ્યોમાંથી માર્કેટમાં સહભાગી થનારા મહત્વકાંક્ષી લોકોને નાણાકીય સાક્ષરતા અને મૂડી બજારો અંગે ઉચ્ચ-ગુણવત્તાનું, અને સરળતાથી સુલભ થતું વિષયવસ્તુ પૂરું પાડીને આ જરૂરિયાતને સંતોષે છે.