Mumbai,તા.23
ક્રિતીને સાઉથમાં રામચરણ સાથે હિરોઈન તરીકે એક ફિલ્મ ઓફર થઈ છે. જોકે, ક્રિતીએ આ ફિલ્મ અંગે હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય કર્યો નથી.
રામ ચરણ અને ‘પુષ્પા’ના દિગ્દર્શક સુકુમાર એક નવા પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. સુકુમાર કોઈ ફ્રેશ જોડીને અજમાવવા ઈચ્છે છે આથી તેમણે ક્રિતીનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં ક્રિતીએ તેની ફિલ્મ કેરિયર જ તેલુગુની ‘નેન્નોકદિન’થી શરુ કરી હતી.
તેમાં તે મહેશબાબુની હિરોઈન હતી. તે પછી તેણે તેલુગુમાં ‘દોહચાય’ નામની વધુ એક ફિલ્મમાં કામ કર્યુ ંહતું. ત્યારબાદ તે હિંદી ફિલ્મો તરફ વળી ગઈ હતી. તેની ‘આદિપુરુષ’ ફિલ્મ હિંદી અને તેલુગુ બંને ભાષાઓમાં બની હતી.