બુલેટપ્રુફ – ફાયરપ્રુફ ડોમમાં એક રાતનું ભાડુ રૂા.1.10 લાખ
Prayagraj,તા.26
13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા કુંભમેળામાં આ વખતે આધુનિકતા અને પરંપરાનાં અદભુત સંગમનો નઝારો જોવા મળશે. જેમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે દેશની પહેલી ડોમ સીટી હીલ સ્ટેશન જેવો અનુભવ કરાવશે અને એમાં તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ હશે.
આ ડોમ સીટી અરેલ વિસ્તારમાં સવાત્રણ હેકટર જગ્યામાં બાંધવામાં આવી છે. તમામ ડોમ પોલીકાર્બોનેટ શીટમાંથી તૈયાર થશે. જે ફાયરપ્રુફ અને બુલેટપ્રુફ રહેશે. ડોમ સીટી 15 થી 18 ફુટની ઉંચાઈ પર બાંધવામાં આવશે. અને ત્યાંથી કુંભમેળાનો 360 ડીગ્રી વ્યુ જોવા મળશે.
આ સિવાય ડોમ સીટીમાં રહેવાનો ખર્ચ પણ મોંઘો છે. શાહી સ્નાનનાં પર્વના દિવસોમાં એનો ચાર્જ 24 કલાકનાં 1.10 લાખ અને બીજા દિવસોમાં 81,000 રૂપિયા રહેશે.લકઝરી કોટેજમાં સ્નાન પર્વના દિવસોમાં ચાર્જ 81,000 અને સામાન્ય દિવસોમાં 41,000 રૂપિયા રહેશે આનુ ઓનલાઈન બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.