Kotdasangani,તા.21
કોટડાસાંગાણી મુકામે આવેલ શ્રી નીકાલાવારા મામા દેવ મંદિરે લધુરૂદ્ર હવન તથા દેવ ડાયરાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમાં યજ્ઞ પ્રારંભ તા ૨૫/૪/૨૦૨૫ શુક્રવાર સવારે ૭ કલાકે શરૂ થશે યજ્ઞ વિરામ સાંજનાં ૪ કલાકે થશે તેમજ સાંજ ના ૭ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ છે અને સાંજ ૭ કલાકે ભવ્ય દેવડારાનુ આયોજન કરાયું છે તેમાં કાથડ ભાઈ તેમજ મીલન ભાઈ ( મોટી મેંગણી વારા) ડાક ડમરૂ સાથે માતાજી તેમજ મામા દેવ ના ગુણ ગાન ગાસે, તો સવૅ ધર્મ પ્રેમી ભાવિકોને પધારવા મામા દેવ પરીવાર તથા કોટડાસાંગાણી ગામ તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે,