Kerala,તા.08
કેરળના વન અધિકારી જી.એસ. રોશનીએ સેફ્ટી ગિયર વિના 18 ફૂટ લાંબા કિંગ કોબ્રાને પકડીને બધાને ચોંકાવી દીધાં હતાં. તેણે શાંતિથી આ સાપને કાબૂમાં રાખ્યો જે તિરુવનંતપુરમના પેપ્પરા વિસ્તારમાં મળી આવ્યો હતો. રોશનીની આ બહાદુરીના સોશિયલ મીડિયા પર થઈ રહી છે અને લોકો તેના ખુબ વખાણ કરી રહ્યાં છે.
કોબ્રાને જોઈને સારા સારા હિમ્મતવાન લોકો પણ થોડા ડરી જાય છે. પરંતુ લેડી વન અધિકારીએ આ ઝેરીલા સાપને ઉંદર હોય તેમ પકડી લીધો હતો. હાલમાં જ એક મહિલા ફોરેસ્ટ ઓફિસરનો 18 ફૂટ લાંબા કિંગ કોબ્રાને પકડતો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેમની બહાદુરીના વખાણ કરતાં થાકતા નથી.
કેરળના પરૂથીપલ્લી રેન્જના મહિલા ફોરેસ્ટ ઓફિસર જી.એસ.ગુપ્તા. રોશનીની આ બહાદુરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કોઈ પણ સેફ્ટી ગિયર વિના 18 ફૂટ લાંબા કિંગ કોબ્રાને પકડ્યો અને લોકોએ તેમનાં આ કામનાં ખુબ વખાણ કર્યા હતાં.
સાપ ખૂબ જ નજીક હતો, પરંતુ તે ડરી નહિ
તિરૂવનંતપુરમના પેપ્પારા વિસ્તારમાં પાણીનાં પ્રવાહમાં કિંગ કોબ્રા જોવા મળ્યો હતો. કેટલાક લોકો ત્યાં નહાતા હતાં ત્યારે તેઓએ સાપને જોયો અને વન વિભાગને ફોન કર્યો.
વાયરલ વીડિયોમાં જી.એસ. રોશનીને સાપને ખૂબ જ શાંતિથી પકડીને બેઠેલી જોઇ શકાય છે. તે લાંબી લાકડી અને બેગની મદદથી લાંબા સમય સુધી પ્રયાસ કર્યા પછી સાપને પકડવામાં સફળ થાય છે. સાપને પકડ્યા બાદ તેનાં ચહેરા પર રાહતભર્યું સ્મિત પણ જોવા મળે છે.