Junagadh તા. ૧૧
જુનાગઢ શહેરમાં દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ તથા પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમ કારા ઉર્ફે કાળુ પરબતભાઈ કરમટાને પાસા કાયદા હેઠળ વોરંટના આધારે, જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી, સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધકેલતી દીધેલ છે.
વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધા૨ા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ વંથલી પો.સ્ટે. ત૨ફથી પાસા દ૨ખાસ્ત તૈયા૨ ક૨ી, અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર ત૨ફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા કલેકટ૨ અનિલ રાણાવાસીયા દ્વારા આવી ગે૨-કાયદેસ૨ પ્રવૃતિની ગંભી૨તા સમજી ત્વરીત દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ જૂનાગઢના પંચેશ્ર્વ૨ વિસ્તારમાં રહેતા કારા ઉર્ફે કાળુ પરબતભાઈ કરમટા (ઉ.વ.30) વાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઈન્સ્યુ કરવામાં આવતા, જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. ડી.કે. ઝાલા તથા પો.સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન એ.એસ.આઈ નિકુલ એમ.પટેલ તથા પો.હેડ.કોન્સ. જીતેષ એચ. મારૂ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા તે સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદ૨ પાસા વોરન્ટના આરોપી હાલ પંચેશ્ર્વ૨ મંદિર પાસે પોતાના ઘર પાસે હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજ૨ મળી આવતા કારા ઉર્ફે કાળુ પરબતભાઈ કરમટાની અટક કરી, સેન્ટ્રલ જેલ, લાજપો૨, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.