Ahmedabad,તા.10
09 જાન્યુઆરી, 2025 – લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભમાં બિડ/ઓફર સમયગાળો ખોલશે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 407થી રૂ. 428 રાખવામાં આવ્યો છે બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
ઇક્વિટી શેર્સ ની કુલ ઓફર સાઇઝમાં રૂ. 1,380 મિલિયન સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,30,85,467 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર નો સમાવેશ થાય છે
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે
(1) કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ અથવા અંશત: પૂર્વચૂકવણી કે ચૂકવણી જેનું મૂલ્ય અંદાજે રૂ. 229.84 મિલિયન (રૂ. 22.98 કરોડ) છે (2) ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક રીતે પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે ચોક્કસ પેટાકંપનીઓમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 46 મિલિયન (રૂ. 4.60 કરોડ) છે
(3) કંપની માટે નવી મશીનરીની ખરીદી માટે જરૂરી મૂડી ખર્ચના ફંડિંગ માટે જેનું મૂલ્ય રૂ. 435.07 મિલિયન (રૂ. 43.51 કરોડ) જેટલું છે
(4) નવી મશીનરીની ખરીદી માટે મૂડી ખર્ચની જરૂરિયાતો માટે પેટા કંપની બિઝડેન્ટ ડિવાઇસીસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 250.04 મિલિયન (રૂ. 25 કરોડ) જેટલું છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
એન્કર ઇન્વેસ્ટર બિડ-ઓફર શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ-ઓફર સમયગાળો સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બુધવાર, 15 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે (ઝવય ઇશમ ઉયફિંશહત).
આ ઇક્વિટી શેર્સ અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાતમાં તારીખ 7 જાન્યુઆરી, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે