Morbi,તા,06
મોરબી જીલ્લામાં સોમવારે મોડી રાત્રીન હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા તેમજ મંગળવારે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી ઝાપટાને પગલે અસહ્ય ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી મુજબ સોમવારે સાંજે મોરબી શહેર સહીત જીલ્લામાં જોરદાર પવન ફૂંકાયો હતો અને મોડી રાત્રીના વરસાદ વરસ્યો હતો મોરબી શહેર અને તાલુકા ઉપરાંત હળવદ, વાંકાનેર અને ટંકારામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા હળવદમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો વાંકાનેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો સોમવારે મોડી રાત્રીના વરસાદ બાદ મંગળવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે