સચિનને ડર હતો કે ૧૯ સપ્ટેમ્બરના રોજ થનારી સુનાવણીમાં તેને ફરી સજા થઈ શકે છે : સિટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ
Uttar Pradesh, તા.૯
Uttar Pradeshના ઝાંસીમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યાં ૬૨ વર્ષના રિટાયર્ડ વકીલ ભાનુ પ્રકાશ સરવરિયાની તેમના પાડોશી સચિન વર્માએ ગળું દબાવીને હત્યા કરી નાખી છે. પોલીસે સચિનની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના ૫ ઓગસ્ટની સવારે તાલપુરા વિસ્તારમાં થઈ, જે નવાબાદ વિસ્તારમાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભાનુ પ્રકાશ સરવરિયા એક રિટાયર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ કાઉન્સિલ હતા અને વ્યાજે પૈસા આપવાનું કામ પણ કરતા હતા. તેમના પાડોશી સચિન વર્મા સાથે તેને પૈસાની લેવડદેવડને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. સચિને સરવરિયા પાસેથી ૬૦,૦૦૦ રૂપિયા ઉધારે લીધા હતા અને દેવું ન ચૂકવી શકવાના કારણે વકીલે તેની મોટરસાયકલ જપ્ત કરી લીધી. આ ઉપરાંત સચિનનું માનવું હતું કે સરવરિયાએ તેના એક જૂના કેસમાં યોગ્ય રીતે દલીલો નહોતી કરી, જેના કારણે તેને જેલમાં જવું પડ્યું. વર્ષ ૨૦૦૧માં સચિન પર પોતાની ગર્લફ્રેન્ડનું અપહરણ અને યૌન શોષણનો કેસ નોંધાયો હતો. જેમાં સરવરિયા તેનો વકીલ હતો. સચિનને લાગતું હતું કે વકીલની લાપરવાહીના કારણે તેને સજા થઈ. ગત વર્ષે પણ આ કેસમાં કોર્ટે સચિન વિરુદ્ધ વોરન્ટ જાહેર કર્યું હતું, જેના કારણે તેને ત્રણ મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા.
સિટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ જ્ઞાનેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, સચિનને ડર હતો કે ૧૯ સપ્ટેમ્બરના રોજ થનારી સુનાવણીમાં તેને ફરી સજા થઈ શકે છે. ત્યારે આવા સમયે ભાનુ પ્રકાશ સરવરિયાને મારવાનો પ્લાન બનાવ્યો.
૫ ઓગસ્ટની સવારે તે છત પરથી તેના ઘરમાં ઘુસ્યો અને ગળું દબાવી તેની હત્યા કરી નાખી. વકીલની હત્યા બાદ તેના જમાઈ સચિન વર્મા (જે આરોપી નહીં પણ અન્ય શખ્સ છે) તેણે નવાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરુ કરી અને શંકાના આધાર પર ૨૬ વર્ષિય સચિન વર્માની ધરપકડ કરી. જેણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને તેની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો છે.