૩૩ રાજ્યના બાર કાઉન્સિલ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈપાવર કમિટી દ્વારા સંવાદ યોજાયો
Rajkot,તા.26
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈપાવર કમિટી દ્વારા પ્રેકટીસ વેરિફિકેશન અંગે સંવાદ યોજાયો જેમાં ધારાશાસ્ત્રીઓ વેરિફિકેશન ફોર્મ ભરશે નહિ તો સનદ સસ્પેન્ડ કરવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચીમકી વિચારવામાં આવી છે.વધુ વિગત મુજબ સુપ્રીમકોર્ટ દ્વારા રિટ પિટિશન ના ચુકાદા મુજબ દેશના ૩૩ રાજ્યના બાર કાઉન્સિલના સ્ટેટરોલ ઉપર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓની માર્કશીટ અને સર્ટિફિકેટની ચકાસણી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વિનંતીને આધારે હાઇપાવર કમિટીની રચના કરવામાં આવેલી છે. જેમાં દરેક રાજ્યના બાર કાઉન્સિલના સ્ટેટરોલ ઉપર નોંધાયેલા વકીલોને પ્રેકટીસ વેરિફિકેશન ફોર્મ ભરવાનો આદેશ આપવામાં આવેલા હાઇપાવર કમિટીના દયાન ઉપર આવેલ કે છેલ્લા બે વર્ષનો સમયગાળો વીતી ગયા પછી પણ ” વેરિફિકેશન ફોર્મ ૫૦% જેટલા ધારાશાસ્ત્રીઓ દ્વારા હજુ પણ ભરાયેલા નથી. આ ઉમદા વ્યવસાય માં સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓ બોગસ માર્કશીટથી અથવા ખોટા સર્ટિફિકેટના આધારે વકીલાત કરે છે તેવી ચિંતા વ્યક્ત કરેલ. દેશના ૩૩ રાજ્યના બાર કાઉન્સિલ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈપાવર કમિટી દ્વારા સંવાદ યોજાયો હતો.જેમાં ગુજરાત રાજ્યમાં પણ વેરિફિકેશન ફોર્મ ભરવામાં નોંધપાત્ર સંખ્યામાં ઘટાડો જોવા મળેલ છે. તે અંગે તાકીદે દરેક બાર એસોસીએશનને તેમના નોંધાયેલા હોય તેવા ધારાશાસ્ત્રીઓના ફોર્મ તથા તેની સાથે ફી અને માર્કશીટ તથા સર્ટિફિકેટ રજૂ કરવા તેમજ દરેક યુનિવર્સિટીને તાકીદે માર્કશીટ અને સર્ટિફિકેટનું વેરિફિકેશન કરી આપવા નિર્દેશ કરેલ. તેમજ જે ધારાશાસ્ત્રીઓ આ વેરિફિકેશન ફોર્મ ભરશે નહિ તેવા ધારાશાસ્ત્રીઓ વિરુદ્ધ તેમની સનદ પ્રોવિઝનલી સસ્પેન્ડ કરવા સુધીના પગલાં હાઇપાવર કમિટી દ્વારા ભરવા પડશે તેવી ચીમકી ઉચ્ચારેલી છે.
એડવોકેટ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરશો નહિ તો સભ્યપદ સસ્પેન્ડ કરાશે
૩૨ ધારાશાસ્ત્રીના વારસદારોને 1 કરોડ મૃત્યુ સહાય ચૂકવવા બીસીજી ની બેઠકમાં લેવાયો નિર્ણય
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ૩૨ ધારાશાસ્ત્રીઓના વારસદારોને આશરે રૂપિયા 1 કરોડ જેટલી રકમ મૃત્યુ સહાય પેટે ચૂકવવા માટેનો નિર્ણય લીધેલો છે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઍડ્મિનિસ્ટ્રેટિવ કમિટીની મિટિંગ મળેલી હતી.જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળેલ ઍડ્મિનિસ્ટ્રેટિવ કમિટીમાં ગુજરાતના ૩૨ ધારાશાસ્ત્રીઓની મૃત્યુસહાયની અરજીઓ હાથ પર લેવામાં આવી હતી. જેમાં આશરે રૂપિયા એક કરોડ જેટલી મૃત્યુ સહાય ચુકવવાનું ઠરાવવામાં આવેલૂ છે. હાલમાં ગુજરાત માં પ૨.૫૧૫ ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ ના સભ્ય હોવા છતાં માત્ર ૨૧,૦૦૦ ધારાશાસ્ત્રીઓએ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ ની રીન્યુઅલ ફી ભરેલ છે. જેથી બાકી રહેલા વેલ્ફેર ફંડના સભ્યોને તાકીદ કરવામાં આવે છે કે દિન-૩૦ માં જે ધારાશાસ્ત્રીઓએ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરવાની બાકી હોય તેઓએ ભરી દેવી. જો આવી ફી ભરવામાં કસૂર કરશે તો તેમના વારસદારોને મૃત્યુ સહાય ની ચુકવવાપાત્ર રકમ રૂપિયા પાંચ લાખ મળવા માટે હકદાર રહેશે નહીં. આમ, જે ધારાશાસ્ત્રીઓ દિન- ૩૦ માં તેમના ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરશે નહિ તેમનું સભ્યપદ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નલિન ડી.પટેલ , સભ્યો રમેશચંદ્ર જી.શાહ અને અનિલ કેલ્લા ઉપસ્થિત રહ્યા હતા.