Morbi,તા.19
લક્ષ્મીનગર ગામે રહેતા વેપારી યુવાને ધંધામાં જરૂરત પડતા વ્યાજે રકમ લીધી હતી જે મુદ્દલ વ્યાજ સહીત ચૂકવ્યા છતાં આરોપી સાઢુભાઈ-સાળા સહિતના ત્રણ ઇસમોએ છરી બતાવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ઝઘડો કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી આશિષ રમેશભાઈ પાડલીયા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ હર્ષદ અમરશી લીખીયા, નરેન્દ્રભાઈ અને લાલભાઈ જયંતીભાઈ વિડજા રહે મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨ થી ૨૩ દરમિયાન ફરિયાદી આશિષને ધંધામાં રૂપિયાની જરૂરત હોવાથી આરોપી હર્ષદ પાસેથી રૂ ૫.૫૦ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા અને હર્ષદભાઈને મૂડીના ૫.૫૦ લાખ અને વ્યાજના ૮૫ હજાર આપી દીધા હતા છતાં આરોપી હર્ષદભાઈ અવારનવાર વ્યાજના રૂપિયા અને મૂડીના રૂપિયા બળજબરીથી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા તેમજ આરોપી હર્ષદ, તેના સાઢુભાઈ નરેન્દ્રભાઈ અને સાળો લાલાભાઈ એમ ત્રણેય છરી બતાવી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી કરી ઝઘડો કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે