Amreli,
અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્ય અને કાયદો અને ન્યાય તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકામાં અંદાજિત રૂપિયા 10.84 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
આ વિકાસકાર્યોમાં વાંકીયા-ચાંદગઢ વચ્ચે 19 કિલો મીટરના માર્ગનું રૂા. 8.50 કરોડના ખર્ચે રિ-સર્ફેસીંગ થશે. ગીરીયામાં અંદાજિત રૂા.1.88 કરોડના ખર્ચે 1200 મીટરનો સુવિધાપથ તૈયાર થશે. જયારે ચક્કરગઢમાં અંદાજિત રૂા. 46 લાખના ખર્ચે પશુ દવાખાનું તૈયાર થશે

