Jamnagar તા ૨૭,
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં એક રહેણાક મકાન માં જુગાર ધામ ચાલી રહ્યું છે, તેવી બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મકાન માલિક અને ત્રણ મહિલાઓ સહિત ૬ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કર્યો છે.
લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં રહેતા ધર્મેન્દ્ર ગીરી મુળુગીરી ગોસ્વામી નામના બાવાજી શખ્સ ના રહેણાંક મકાનમાં બહાર થી સ્ત્રી પુરુષો એકત્ર થઈને જુગાર રમવા માટે આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન છ સ્ત્રી-પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા, જયારે દિલીપ ગોગનભાઈ આહીર નામનો ખંભાળિયા પંથકનો શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો.
આથી પોલીસે મકાન માલિક ધર્મેન્દ્રગીરી મુળુગિરી ગોસ્વામી અને કૃષ્ણસિંહ ભીખુભા ચુડાસમા તથા અમિતસિંહ ચંદુભા વાઘેલા ઉપરાંત ત્રણ મહિલાઓ જામનગરમાં રહેતી નયનાબેન રાજેશભાઈ બુધ્ધ (કંસારા), મંજુબેન હસમુખભાઈ ટાંક, અને રીધ્ધીબેન વિપુલભાઈ ચૌહાણ વગેરે ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૫૫,૭૦૦ ની રોકડ રકમ, ત્રણ નંગ મોબાઈલ ફોન, અને એક બાઈક સહિત ૧,૧૦,૭૦૦ ની માલ મતા કબજે કરી છે.