વોન્ટેડ બુટલેગર રવિરાજ ગોવાળિયા અને ચેક રિટર્ન કેસમાં સજા બાદ નાસતો ફરતો કરસન જુંજા પકડાયો
Rajkot,તા.22
શહેર એલસીબી ઝોન ટુ ના સ્ટાફ દ્વારા નાસતા ફરતા બે શખસોને
ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજકોટ ખાતે કાર્યક્રમમાં આવી રહ્યા હોવાથી શહેરમાં કોઈ અન્ય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જાય આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન ટુના પી.એસ.આઇ આર એચ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ તાલુકા પોલીસ મથકના ચોપડે વિદેશી દારૂના ગુનામાં ચાર માસથી વોન્ટેડ અને ગઢડા તાલુકાના રાયપર ગામે રહેતો રવિરાજ ભાભલુભાઈ ગોવાળિયા નામનો શખ્સ શહેરમાં આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે રવિરાજ ગોવાળિયાની અટકાયત કરી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો છે. જ્યારે ચેક રિટર્ન કેસમાં સજાનુ વોરંટ ઇસ્યુ થયા બાદ ફરાર થયેલા સાધુવાસવાણી રોડ નજીક આવેલ નટરાજ નગર મફતીયા પરા કૈલાસ પાર્કમાં રહેતો કરસન નાથા ઝુંઝા નામના શખ્સ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.