સાપર વેરાવળમાં બીન વારશી કારમાંથી 68 બોટલ દારૂ મળ્યો, હા હા 5 77 લાખનો મુદ્દામાલ કબજે
Upleta,તા.28
રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામની સીમમા ઓરડીમાં છુપાવેલો એલસીબીએ ભાયાવદર પોલીસને ઊંઘતી રાખી દરોડો પાdi રૂપિયા 5.95 લાખની કિંમતનો 996 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી નાસી છૂટેલા કેતન લુણશીયાની શોધખોળ હાથ ધરી છે. જ્યારે શાપર વેરાવળ ઉદ્યોગિક વિસ્તારમાં આવેલા ઉર્જા ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં બિનવારસી કારમાંથી 68 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે 5.77 લાખનું મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા જિલ્લા પોલીસવડા હિમકરસિંહ ae આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વીવી વડોદરા અને પીએસઆઇ એચ.સી .ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ઉપલેટા તાલુકાના ટાંક ગામે રહેતા કેતન રામ લુણસિયા નામનો શકશે સીમમાં બોરડી માં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ, દિવ્યેશભાઈ, નિલેશભાઈ અને હરેશભાઈ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે એએસઆઇ અનિલભાઈ અને બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ઓરડીમાં છુપાવેલો રૂપિયા 5.95 લાખની કિંમત નો 996 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા કેતન લુણસિયાની ઝડપી લેવા ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર બી રાણા સહિતના સ્ટાફે પેટ્રોલિંગમા હતા ત્યારે વેરાવળ વિસ્તારમાં આવેલ મોસમ એગ્રોસ સીડ ડ્રીલ બાજુમાં આવેલ ઉર્જા ગેટની અંદર ખુલ્લા પ્લોટ માં રેઢી પડેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ આરડી સોલંકી ,હેડ કોન્સ્ટેબલ તુષારસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ મનસુખભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે દરોડો પાડી કારમાંથી રૂપિયા 77,000 ની કિંમતની 68 બોટલ ની દારૂ મળી આવતા પોલીસે 5.77 લાખનો વિદેશી દારૂ મુદ્દામાલ કબજે કરી નાખશે છૂટેલા ચાલકની હાર નંબરના આધારે શોધખોળા થઈ છે.