Junagadh તા.8
પટેલ કેળવણી મંડળ સંચાલીત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દિન વિશેષ શ્રેણી અંતર્ગત આઝાદીની લડતમાં જેનો મૂલ્યવાન ફાળો છે એવા દુર્ગાવતી દેવી વિશે યોજાયેલ વ્યાખ્યાનમાં કોલેજ પ્રિ. ડો.દિનેશભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે ઉતર પ્રદેશમાં 7 ઓકટોબર 1907ના રોજ એમનો જન્મ થયેલો. આઝાદીની લડાઈમાં આ વીર બહાદુર ક્રાંતિકારી દુર્ગાદેવીએ મહિલા ક્રાંતીકારી તરીકે ડંગો વગાડયો હતો.
તેઓ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ રાજગુરૂ જેવા ક્રાંતિકારીઓને, સ્વાતંત્ર્ય સેનાનીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડતા હતા. તેઓ લડવાની તમામ પ્રકારની શકિત અને યુકિત ધરાવતા હતા. તેઓ બોમ્બ પણ બનાવી શકતા હતા અને હથીયાર પણ ચલાવી શકતા હતા. જાસૂસ તરીકેની પણ તેમની મહત્વની કામગીરી હતી. સમય જતા તેઓ દુર્ગાભાભીના હુલામણા નામથી પ્રખ્યાત થયા હતા.
આજના આ દિન વિશેષ કાર્યક્રમના આયોજન બદલ પ.કે.મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતીભાઈ ફળદુ, પ્રમુખ સવજીભાઈ મેનપરા, કોલેજ ઈન્ચાર્જ રતિભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી

