Morbi,તા.31
મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચેથી બે મિત્રો બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ટેન્કર ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર બેને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડ્યા છે
સુરેન્દ્રનગરની ફિરદોસ સોસાયટી ચાર માળિયામાં રહેતો ઇમરાન અબ્દુલ ભટ્ટી (ઉ.વ.૨૧) વાળાએ ટેન્કર ટ્રક જીજે ૧૦ ટીવાય ૬૨૮૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ઇમરાન અને તેના મિત્ર અલારખા હનીફ ભટ્ટી બંને બાઈક લઈને મોરબીથી અલારખાના ઘરે ચરાડવા જતા હતા ત્યારે મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચે ટેન્કર ટ્રક જીજે ૧૦ ટીવાય ૬૨૮૪ ના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર ઇમરાનને ઈજા પહોંચી હતી તેમજ અલારખા ભટ્ટીને પગમાં ફ્રેકચર અને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રક ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે