New Delhi,તા.14
ગઈકાલે રાજયસભામાં નિયુક્ત થયેલા ટોચના ધારાશાસ્ત્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેઓને ઉપલાગૃહમાં સરકાર દ્વારા નોમીનેટ કરાયા હોવાની માહિતી આપી હતી અને આ સમયે બંને વચ્ચેની વાતચીતમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જે રીતે મરાઠી ન બોલનારને શિવસૈનિકો નિશાન બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે તેનો પણ આડકતરો ઉલ્લેખ થયો હતો.
સરકાર દ્વારા નિયુક્તિની જાહેરાત બાદ વડાપ્રધાને શ્રી ઉજજવલ નિકમને ફોન કર્યો તો પહેલા ઉજજવલ નિકમે એવો પ્રશ્ર્ન કર્યો કે આપણે હિન્દીમાં વાત કરીએ કે મરાઠીમાં!
આમ કહીને બંને હસી પડયા હતા. મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલનાર સામે જે રીતે હુમલા કરવામાં આવે છે તે સંદર્ભમાં બંનેએ આ રીતે પોતાનો આક્રોશ પણ દર્શાવી દીધો હતો.
જો કે બાદમા પ્રારંભમાં વડાપ્રધાને પણ થોડુ મરાઠીમાં તેમની સાથે વાતચીત કરી અને તેમને રાજયસભામાં નોમીનેટ થવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે સરકારે શ્રી ઉજજવલ નિગમ ઉપરાંત પુર્વ વિદેશ સચીવ હર્ષવર્ધન શૃંગલા જાણીતા ઈતિહાસકાર મીનાક્ષી જૈન તથા શિક્ષક સી સદાનંદન માસ્ટરનો પણ સમાવેશ થાય છે.